Circulars

નવીન શિક્ષણ નીતિ - 2020

“આવી દેશમાં નવી શિક્ષણ નીતિ, ભણતરની હવે સુધરશે ગતિ.”

34 વર્ષ પછી શિક્ષણ નીતિ બદલવામાં આવી. જેમાં શિક્ષણને લગતા ખૂબ જ સારા એવા ફેરફાર કરવામાં આવેલ છે.
અત્યાર સુધી શિક્ષણ નીતિને રી ફોર્મ કરવામાં આવતી. સંશોધન થતા હતાં. પણ આ નીતિને બદલવામાં આવી.

શિક્ષણ નીતિ એટલે શિક્ષણમાં આપણાં દેશને કઈ દિશામાં લઈ જવો તે માટેની માર્ગદર્શિકા. ભણતરને કઈ દિશામાં આગળ વધાળવું તે માટેની પગદંડી.

આ નવી શિક્ષણ નીતિ ને સૌથી પહેલાં CBSE. સ્કૂલમાં અમલમાં મૂકવામાં આવશે. પછી રાજ્ય સરકાર તેને અમલમાં મૂકશે.

નવી શિક્ષણ નીતિમાં શું બદલાયું ???
* 10 + 2 ની જગ્યા એ 5+3+3+4 નું માળખું અમલમાં આવશે.
* પહેલાં 5 વર્ષ ફાઉન્ડેશન સ્ટેજ હશે. જેમાં 3 થી 8 વર્ષના બાળકનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં નર્સરી થી ધોરણ 2 સુધીનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં બાળક સારી રીતે લખી – ગણી શકે.
* બીજા 3 વર્ષ પ્રિપ્રેટોરી સ્ટેજ હશે.જેમાં 8 થી 11 વર્ષના બાળકોનો સમાવેશ થશે. બાળકનો વિકાસ, લખવાનો, વાંચવાનો, આર્ટસ, સાયન્સ, સ્પોર્ટ્સ વગેરે જેવી બધી જ બાબતો પર ભાર મૂકવામાં આવેલ છે.
* ત્રીજા 3 વર્ષ મિડલ સ્ટેજ હશે. જેમાં 11 થી 14 વર્ષના બાળકોનો સમાવેશ થશે. જેમાં ધોરણ 6 થી 8 સુધીનો સમાવેશ કરેલ છે. બાળકોને ગણિત,વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, માનવતા ( Humanities ).
Vocational training વગેરે આપવામાં આવશે. જે શાળામાં જ આપવામાં આવશે.10 દિવસ સુધી શાળામાં તેનો કાર્યક્રમ યોજાશે. જેને બેગલેશ પ્રોગ્રામ તરીકે ઓળખાશે.
* ચોથા 4 વર્ષ સેકન્ડરી સ્ટેજ હશે. જેમાં 14 થી 18 વર્ષના બાળકોનો સમાવેશ થશે. જેમાં ધોરણ 9 થી 12 નો સમાવેશ થશે. જેમાં બાળકને સ્ટ્રીમ પસંદ કરવાનું નહીં પરંતુ બાળકને જે વિષયમાં રસ હોય તે વિષય બાળક પસંદ કરી શકે. અને તેની બોર્ડની પરિક્ષા પણ તેને તે વિષયની આપવાની રેહશે. તેને પસંદ કરેલ વિષયની ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
* બોર્ડની પરિક્ષા તમે વર્ષમાં બે વખત આપી શકશો. તમે પસંદ કરેલ વિષયમાં. તમારા પરિણામથી સંતોષ ના હોય તો બીજી વખત પરિણામ સારું કરવા બીજી વખત પરિક્ષા આપી શકશો.
* ધોરણ 3-5-8 ની પરિક્ષા બોર્ડ લક્ષી રીતે હળવા મૂડમાં લેવામાં આવશે. આ પરીક્ષાઓ નવી શિક્ષણ નીતિ ની જાણકારી મેળવવા માટે તેમજ શાળા કામ કરે છે કે નહી નીતિ પ્રમાણે તેની જાણકારી મેળવવા માટે હશે.
* બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવશે. પણ તે ભાષા વિદ્યાર્થિની પસંદગીની હશે. બાળક ત્રણ ભાષા પસંદ કરી શકશે. પણ બાળકને લોકલ ભાષા કે માતૃભાષામાં સમજાવી શકાય તે રીતે ભણાવવાનું રહેશે.
* સંસ્કૃત ભાષા, ફોરેન ભાષા પણ બાળક હવે દરેક શાળામાં શીખી શકશે પોતાની ઈચ્છા પ્રમાણે.